ધાડ એક ખૂબ સુંદર સફળ પ્રયાસ


પ્રોમો યુ ટ્યુબ પર જોયા ત્યારથીજ આકર્ષણ જમાવેલું ..
રેશમા ઓર શેરા, રઝિયા સુલતાન જેવા રણ નયનરમ્ય દ્રશ્ય ...ની વણઝાર છે....
સાથે સાથે બેનેગલ, ગોવિંદ નિહલાની, મણીરત્નમ જોઈ રહ્યા હોઈએ તેવું લાગ્યું....
કચ્ચ્છ દેશનો  એક હશે તોય આખું કચ્છ્ ઉભું કરી દેશે ... તેવા દોહા.. અને લોકસંગીત નો ભોક્તા તો ઝ્યુ મ્યાજ  કરશે... ગીતો નાં શબ્દો નાં ઊંડાણ ગજબ છે..... બધીજ જાણીતી હીચ .. ગરબાની હીચ નંદિતાદાસ કેટલી સરસ લે છે! ગરબીની ગરિમા જાળવીને ..નહિ કોઈ નાટ્યાત્મક.... ફક્ત શુદ્ધ સરળ .. સેન્સેટીવ દ્રશ્યો માં અંગત દામ્પત્ય લક્ષી દ્રશ્યોમાં નદિતા  દાસ અને સુજાતા મેહતા ટૂંકા વાક્ય પ્રયોગ અને ઘણું ખરું આંખોથી અભિનય..... ... શ્રી પરેશ નાઈક નાં દિગ્દર્શનમાં ઝગારા મારે છે....કોઈ એક પ્રસંગ હોય તો કહીએ ને.... મેનન નું ગુજરાતી, રઘુવીર યાદવનું યોગદાન ... ખચર ગાડી , કે ગધેડા ગાડી નો ઉપયોગ...સાંઢીયો ઊંટ કુટુંબના વાતાવરણમાં કેટલું સહજ બધુજ ગોઠવાઈ ગયું ... આટ-આટલો ત્રાસ છતાય પત્નીઓ પતિને સાચા અર્થમાં ગાળો દઈને પણ સમજી શકે છે..!!!! માનીલોને કે ટેવ પડી ગઈ છે....ગુજરાતી ગીતો નું જે લોક સંગીત છે.... તે સહેજ હાઈ ટ્રેબલ હોવા છતાય વધુ કર્ણપ્રિય લાગ્યું ....અને એકે એક ડાયલોગમાં ગુજરાતી ગામ ના SLANG, Diction સ્પષ્ટ અને બોલાતું ગુજરાતી સાંભળવા મળ્યું..
ખત્રીજી એ તો સારું લખ્યું..... પરેશે ભાઈ નાઈકે ... જે પરિશ્રમ ઉઠાવ્યો છે.... જે કામ કઢાવ્યું છે..... ઊંટ ને રમાડતી હિરોઈન ...બાલિકાઓ પણ જે રમે છે ... તે ભાતીગળ રમતજ રમે છે..... હ્દ્રદય સ્પર્શી ... સીધે સીધું સોંસરું પહોંચી જાય ... તેવું ..ટૂંકા પણ વેધક સંવાદો..... કોઈ સમજણ પૂર્વ ભૂમિકા જરુરજ નાં પડે ને... બધુજ અભિનય થી આવી જાય.....વાર્તા તો દરેકે વાચીજ હોય કદાચ.... પણ આટલું બધું સુંદર આલેખન થઇ શકે તે .....Art direction... અતિ ઉત્તમ....ભાનુ અથ્થીયા , સુધેન્દ્ર્યું રોય , અને આખું લીસ્ટ યાદ આવી જાય PHOTOGRAPHY EXEMPLARY.......દરેકના કપડા- દાગીના તેના રંગ  ... તેના સંદર્ભ મુજબ જ ..શું બધાય એવોર્ડ લઇ જશે....?... કૈક બીજું કહેવું રસભંગ થશે.... આ ફિલ્મ ક્લાસ અને માસ ... બંને ને ગમશે ...તેવું મને લાગે છે..... એક ચેન્જ છે.... ૩ વર્ષ થી દુકાળ ... ઘેલાની પત્નીઓ ૩...આ બધું તો કદાચ લેખન માજ હતું....પણ  જોર જબરજસ્તી સેક્સ માટે થઇ તે... લાલ...છા ટા..!!!      
વાહ .. આવું તો તમને ઘણું જ આશ્ચર્યચકિત  થઇ જવાય તેવું ... નાનું નાનું દેખાશે..... બધું પડતું મૂકી નજીક ના થિયેટર માં જોઈ આવો....ચર્ચા રુબ રૂ  કરીશું.... 
શું સ્ત્રી દબાયેલી છે..? વિકલ્પ નાં અભાવે નિભાવે છે ??  ટેવ પડી ગઈ છે..??? જુનવાણી વાતો માં છુપાયેલું ડહાપણ ધ્યાન દોરે છે..... આ લખવા મજબૂર કરે છે.....
-ડૉ હરકાંત જી. જોષી

Comments